Updated On: 04-Dec-2025
**Subject: ગીતા મહોત્સવ ૨૦૨૫ - ધો. ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે અનોખી તક! **
પ્રિય માતા-પિતા,
સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સહયોગથી ગુજરાતમાં પ્રથમ વખત આયોજિત થતા ગીતા મહોત્સવ ૨૦૨૫માં તમારા ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ ઓનલાઇન પ્રથમ તબક્કો ૭ ડિસેમ્બર, ૨૦૨૫ (રવિવાર) સવારે ૮થી રાત્રે ૧૨ વાગ્યા સુધી ચાલશે અને ૭ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.
પ્રત્યેક ગ્રુપ (ધો. ૬-૭, ૮-૧૦, ૧૧-૧૨)માંથી પ્રથમ ત્રણ વિજેતાઓને લેપટોપ, ટેબ્લેટ અને પ્રીમિયમ બેગ જેવા આકર્ષક ઇનામો આપવામાં આવશે - કુલ ૯ વિજેતાઓ!
તુરંત નોંધણી કરો: gitamahotsav.iskconvarachha.com. વધુ વિગતો માટે નીચેના PDF તપાસો.
ધન્યવાદ,
સમીથી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ
(સુરત)